News Updates
RAJKOT

અમદાવાદ, વડોદરા અને સુરતનાવેપારી રાજકોટ જિલ્લામાં સીધા ખેતરેથી જ ખરીદી કરે છે

Spread the love

ખેડૂતોને યાર્ડ સુધી જણસી પહોંચાડવાનો ખર્ચ બચવા લાગ્યો, અન્ય રાજ્યોની શાકભાજીની આવક વધી

રાજકોટમાં સૂકું લસણ મોંઘું તો છે જ તેની સાથે સાથે લીલા લસણનો ભાવ પણ ઉંચો ગયો છે. રાજકોટ યાર્ડમાં લીલા લસણનો એક મણનો ભાવ રૂ.2300થી 2400 એ પહોંચ્યો છે. જે ગત વર્ષ કરતા 6 ગણો છે. લીલા લસણની આવક ઓછી છે અને ભાવ પણ ઉંચા છે. આની અસર આખા રાજ્યભરમાં વર્તાઈ છે. જેને કારણે અમદાવાદ, વડોદરા, સુરતના લોકો રાજકોટમાં સીધા ખેડૂતો પાસેથી જ ખરીદી કરી લે છે.

ગત વર્ષે લીલા લસણના એક મણનો ભાવ રૂ.300થી 400 સુધી હતો, તો બીજી તરફ સ્થાનિક શાકભાજી કરતા અન્ય રાજ્યના શાકભાજીની આવક વધારે છે. તેમ યાર્ડના ઈન્સ્પેક્ટર કાનાભાઈ ચાવડા જણાવે છે. હાલ લગ્ન ગાળાની સિઝન હોવાને કારણે શાકભાજીના ભાવ પણ ઉંચા છે અને ડિમાન્ડ પણ વધારે છે. માર્ચ-એપ્રિલમાં કેરી અને સાકર ટેટીની આવક શરૂ થઇ જાશે. ત્યારે શાકભાજીની ડિમાન્ડમાં પણ ઘટાડો આવશે. તેમ વેપારીઓ જણાવે છે.

લીલા લસણના પાક-વાવેતરને વાતાવરણ અનુકૂળ આવ્યું નથી
આ વખતે ઠંડીની સિઝનમાં વરસાદ-કરા પડ્યા. ત્યારબાદ થોડા દિવસ ઠંડી-ઝાકળ અને ગરમી એમ મિશ્ર ઋતુ જોવા મળી. આમ જે રીતની ઠંડી મળવી જોઈએ તે મળી નહિ જેને કારણે લીલા લસણના પાક-વાવેતરને વાતાવરણ અનુકૂળ આવ્યું નથી. તેથી ઉતારો ઓછો આવ્યો છે. આવક ઓછી છે સામે ડિમાન્ડ વધારે છે તેથી ભાવમાં ઉછાળો આવ્યો છે. આજથી 3 વર્ષ પહેલાં લસણનો એક મણનો ભાવ રેકોર્ડબ્રેક રૂ.3000 એ પહોંચ્યો હતો. જ્યારે સૂકા લસણમાં ખેડૂતો પાસે જેટલો પાક હતો તેને બજારમાં ઠાલવી દીધો છે. અને નવી આવક માર્ચ મહિનાથી શરૂ થશે. જેથી હાલ તેની આવક ઓછી છે. શિયાળામાં ઠંડી, વરસાદ અને ગરમી એમ મિશ્ર ઋતુ રહેતા કોથમરી, પાલખ, મેથીના પાકને પણ અસર થઈ છે અને તેના પાંદડાં ઝડપથી સુકાઈ જાય છે.

નિકાસ પ્રતિબંધ હટતા ડુંગળીની આવક અને ભાવ પણ વધશે
કેન્દ્ર સરકારે સોમવારે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લીધો હતો. જેને કારણે આવક અને ભાવ બન્નેમાં વધારો થવાની સંભાવના વર્તાઈ રહી છે. સોમવારે યાર્ડમાં સૂકી ડુંગળીની આવક 1800 ક્વિન્ટલ છે. જેનો એક મણનો ભાવ રૂ.130થી 311 સુધીનો બોલાયો હતો. જ્યારે શનિવારે યાર્ડમાં સૂકી ડુંગળીની આવક 1400 ક્વિન્ટલ હતી અને એક મણનો ભાવ રૂ.90થી 261 સુધીનો હતો.


Spread the love

Related posts

પૈસાની વહેંચણીમાં CCTVને જ ભૂલી ગયા!:રાજકોટમાં વાહનચાલકો પાસેથી ટ્રાફિક વોર્ડન પૈસાની ઊઘરાણી કરી કોન્સ્ટેબલને આપતા, વીડિયોથી ભાંડો ફૂટતા ACPએ સસ્પેન્ડ કર્યા

Team News Updates

ગીગા ભમ્મરની ટિપ્પણી સામે રોષ:રાજકોટમાં ચારણ-ગઢવી સમાજે રેલી કાઢી કલેક્ટર-કમિશનરને રજૂઆત કરી; ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગ

Team News Updates

રાજકોટમાં રોગચાળો વકર્યો:ડેન્ગ્યુ 12, ચિકનગુનિયા 2 અને મેલેરિયાનો વધુ 1 કેસ, આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરાઈ

Team News Updates