News Updates
ENTERTAINMENT

જે જીવનભર યાદ રહેશે,એલિસ પેરીને WPL 2024 ફાઈનલ પહેલા મળી તુટેલા કાચની ગિફટ

Spread the love

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરીને WPL 2024 ફાઈનલ પહેલા ખાસ ગિફટ મળી છે. ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત તેને આ આવી ગિફટ મળી છે, જે તેને જીવનભર યાદ રહેશે.

એલિસ પેરીનું રોયલ ચેલનેજર્સ બેંગ્લોરને મુંબઈ વિરુદ્ધ એલિમિનેટરમાં જીત અપાવવામાં મહત્વનું યોગદાન હતુ. પહેલા તેમણે બેટિંગ કરી 66 રનની ઈનિગ્સ રમી ત્યારબાદ વિકેટથી ધમાલ મચાવી, મુંબઈને હરાવી આરસીબી વુમન્સ પ્રીમિયર લીગની ફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ ફાઈનલ રમતા પહેલા એલિસ પેરીને ખાસ ગિફટ મળી છે.

ટૂર્નામેન્ટની 11મી મેતમાં એલિસ પેરીએ પોતાના શોર્ટથી ઈનામમાં આપનાર મેદાનમાં ઉભેલી કારનો કાચ તોડી નાંખ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. યુપી વિરુદ્ધ રમાયેલી મેચમાં પેરીએ 4 સિક્સ ફટકારી હતી. જેમાં એક સિક્સથી કારનો કાચ તોડી નાંખ્યો હતો.

હવે ટાટા તરફથી કારનો તુટેલો ગ્લાસ પેરીને ગિફટમાં આપવામાં આવ્યો છે. આ ગિફટ લેતી વખતે પેરી ખુબ ખુશ જોવા મળી રહી છે. ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત આવું થયું કે, જ્યારે ગિફટમાં આપવામાં આવેલી કારનો ગ્લાસ તુટી ગયો હોય. 

ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારી બેટ્સમેન છે પેરી

તમને જણાવી દઈએ કે, પેરી ફાઈનલ ટુર્નામેન્ટ પહેલા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેમણે 8 મેચની 8 ઈનિગ્સમાં બેટિંગ કરી 62.40ની સરેરાશથી અને 130.54ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 312 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 2 અડધી સદી પણ આવી છે આ સિવાય તેની બોલિંગમાં 7 વિકેટ પણ લીધી છે.આજે મહિલા IPL એટલે કે મહિલા પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાશે. RCB અને દિલ્હી વચ્ચે ટાઈટલ ટક્કર થશે

તમને જણાવી દઈએ કે, આઈપીએલની પુરુષ ટીમમાં દિલ્હી અને રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ ક્યારે પણ ચેમ્પિયન બની નથી. પરંતુ આજે મહિલા લીગમાં દિલ્હી અને બેંગ્લોર વચ્ચે ટક્કર થશે અને જે કામ પુરુષની ટીમ ન કરી શકી તે કામ આજે મહિલા ટીમ કરીને દેખાડશે. તમે મહિલા પ્રીમિયર લીગ જીઓ સિનેમા એપ પર લાઈવ જોઈ શકો છો.


Spread the love

Related posts

વિરાટ કોહલી સાથે શું થયું? વર્લ્ડ કપ બાદ 17 માંથી માત્ર 4 જ મેચ રમ્યો

Team News Updates

કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 3’માં માધુરી દીક્ષિત બનશે મંજૂલિકા? ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ

Team News Updates

રેડ-લાઈટ એરિયા બનતા પહેલા, પાકિસ્તાનની પ્રખ્યાત ‘હીરામંડી’માં આ બિઝનેસ ચાલતો હતો

Team News Updates