મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા સરદારપુર ગામ ખાતે ગત મોડી રાત્રે અજાણી સ્ત્રી દ્વારા બાળક ને જન્મ આપી ત્યજી દેવાની ઘટના સામે આવી છે. જ્યાં ત્યજી દેવાયેલ બાળક ને સ્વાન મોઢામાં રાખી મોડે સુધી ફરતું હતું. ત્યારબાદ ગામમાં આવેલા કોમ્પલેક્ષ ના એક ગેરેજના ધાબા પર સ્વાન મૃત બાળકને મૂકી નીકળી ગયું હતું.આ અંગે આસપાસના વ્યાપારીઓને જાણ થતાં તેઓએ લાડોલ પોલીસ ને જાણ કરતા પોલીસ વધુ તપાસ આદરી છે.
વિજાપુર તાલુકામાં સમાજને કલંકિત કરે એવી ઘટના સામે આવી છે.જ્યાં વિજાપુર તાલુકાના સરદાર પુરા ગામમાં અજાણી કોઈ સ્ત્રીએ બાળક ને જન્મ આપ્યા બાદ તે બાળક ને ત્યજી દેવાયું હોઈ કે દફનાયું હોઈ જોકે એક સ્વાન ગત રાત્રે મૃત બાળક ને લઈ ફરતું હતું.આ દરમિયાન સ્વાન બાળક ને મોઢામાં રાખી શગુન સુપર મોલ પાસે આવેલા એક ગેરેજના ધાબે ચડ્યું હતું અને બાળક ને ત્યાં મૂકી ભાગી ગયું હતું.
સમગ્ર ઘટનામાં વ્યાપારી ઓને જાણ થતા તેઓ રાત્રે ટોર્ચ લઈ ધાબે ગયા હતા અને અડધા શરીર વાળા મૃત હાલતમાં રહેલા બાળક ને જોઈ ચોકી ઉઠ્યા હતા.બાદમાં તેઓએ પોલીસને જાણ કરતા પોલીસ પણ રાત્રે દોડી આવી તપાસ કરી હતી.જ્યાં મૃત બાળક ને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.સમગ્ર કેસમાં કોઈ અજાણી મહિલાએ પોતાનુ પાપ છુપાવવા અથવા અન્ય કોઈ કારણે બાળક ને જન્મ આપી કોઈ પણ જગ્યા પર મૂક્યું હોઈ કે છુપાવ્યું હોઈ એ અંગે હાલમાં ભરત ભાઈ પટેલ નામના દુકાનદારે લાડોલ પોલીસ મા અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.
ગામ લોકોએ જાણ કરતા બાળકને સિવિલ લાવવામાં આવ્યું છે.બાળક ની માતા સરદાર પુર ગામની છે કે બહારના ગામની એ દિશામાં તપાસ કરીશું. તેમજ આશા વર્કર ની પણ પૂછપરછ કરવામાં આવશે, જેમાં છેલ્લી ડિલિવરી કોની અને ક્યારે કરવામાં આવી એ વિગતો મેળવી આગળ તપાસ હાથ ધરવામાં આવશે.