News Updates
NATIONAL

ભાજપના નેતાની હત્યાનો મામલો:વલસાડ પોલીસે શકમંદ 6 ઈસમોને રાઉન્ડ અપ કર્યાં, જાહેરમાં ગોળી મારીને વાપી તાલુકા ઉપ પ્રમુખની હત્યા કરાઈ હતી

Spread the love

વાપીના રાતા વિસ્તારમાં ભાજપના ઉપપ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. તે કેસમાં મૃતકની પત્નીએ ડુંગરા પોલીસ મથકે શંકાસ્પદ 6 અને 2 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી વલસાડ જિલ્લા પોલીસની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. FIRમાં નામ જોગ જણાવ્યાં મુજબ શંકાસ્પદ 6 ઇસમોને રાઉન્ડ અપ કરી વલસાડ જિલ્લા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો?
વાપીના રાતા વિસ્તારમાં ભાજપના ઉપપ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે શિવ મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખસોએ 4 રાઉન્ડ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. એ બાદ શખસો ફરાર થઈ ગયા હતા. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પહેલી વખત બોડીગાર્ડ વગર પરિવાર સાથે શિવ મંદિરે ગયા હતા.જ્યાં આરોપીઓ શૈલેષભાઇ એકલા હોવાની તકનો લાભ ઉઠાવી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં 3 રાઉન્ડ ગોળીઓએ તેમનો જીવ લીધો હતો.

આ ઘટનાને પગલે વલસાડ જિલ્લાના પોલીસની અલગ-અલગ 7 ટીમોએ તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે શૈલેષભાઇ પટેલના પત્ની નયનાબેન પટેલે જૂની અદાવતમાં શકમંદ 6 ઇસમો અને 2 અજાણ્યા ઈસમોએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વલસાડ જિલ્લા પોલીસે નયનાબેને ફરિયાદમાં નામ જોગ જણાવેલ 6 ઇસમોને રાઉન્ડ અપ કરી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

મહાભારતમાંથી મળતો બોધ:બાળકોને સુખ-સુવિધાઓ કરતાં સારા સંસ્કાર આપવા પર વધુ ધ્યાન આપવું જોઈએ, તો જ બાળકોનું ભવિષ્ય સારું બની શકે છે

Team News Updates

દિલ્હીમાં AQI-500 પાર;22 ટ્રેનો મોડી પ્રદૂષણ- ધુમ્મસને કારણે,DU-JNUની તમામ કોલેજોમાં ઑનલાઇન અભ્યાસ

Team News Updates

સીએમ ભૂપેન્દ્ર પટેલની 16માં ફાયનાન્સ કમિશનને રજૂઆત,ગુજરાતની વિશિષ્ટ સ્થિતિને ધ્યાને લઈને વઘુ નાણાં ફાળવવા

Team News Updates