News Updates
NATIONAL

ગુજરાતના 56 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને મળશે સેવા પદક:રાજકોટના CP રાજુ ભાર્ગવની અતિ ઉત્કૃષ્ટ સેવા પદક માટે પસંદગી, 15-25 વર્ષની ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્ર સરકાર આપે છે

Spread the love

ગુજરાતના 56 પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને એસઆરપીના જવાનોને કેન્દ્ર સરકારના ઉત્કૃષ્ટ સેવા પદક અને અતિ ઉત્કૃષ્ટ સેવા પદક આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની અતિ ઉત્કૃષ્ટ સેવા પદક માટે પસંદગી કરવામાં આવી છે. 26 જાન્યુઆરી અને 15 ઓગષ્ટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવાની જાહેરાત કરાય છે.

કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્કૃષ્ટ સેવા પદક અને અતિ ઉત્કૃષ્ટ સેવાપદક આપવાનું શરૂ કરાયું છે. જે પણ પોલીસ અધિકારી કે કર્મચારીની 15 વર્ષથી લઈ 25 વર્ષની સેવા હોય તેમને ઉત્કૃષ્ટ સેવા પદક અને 25 વર્ષથી વધુની સેવા હોય તો અતિ ઉત્કૃષ્ટ સેવા પદક આપવામાં આવે છે. આ માટે જુદા જુદા દસ માપદંડો નક્કી કરવામાં આવે છે. જેમાં માર્ક આપવામાં આવે છે. રાજય સરકાર દ્વારા આ કવાયત કરી કેન્દ્ર સરકારને નામો મોકલવામાં આવે છે. જેના આધારે સંબંધીત કિમિટ જે તે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નામની પસંદગી કરે છે.

1995ની બેચના આઈપીએસ અધિકારી અને એડિશનલ ડીજી રેન્કના અધિકારી શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પણ આ વખતે અતિ ઉત્કૃષ્ટ સેવા પદક માટે પસંદગી થઈ છે. આ ઉપરાંત ઉત્કૃષ્ટ સેવા પદક માટે ગોંડલ એસઆરપી ગૃપ-8ના નાયબ પોલીસ અધિક્ષક મહેશભાઈ પરમાર, જામનગરના જિલ્લાના એસઆરપી ગૃપ-17 ના નાયબ પોલીસ અધિક્ષક મુકેશચંદ્ર પટેલ, એસઆરપી ગૃપ-21 બેડ ‘જામનગર કેમ્પના પીએસઆઈ ભુપેન્દ્રસીંગ બામણીયાની પસંદગી કરવામાં આવી છે. જયારે અતિ ઉત્કૃષ્ટ સેવા પદક માટે એસઆરપી ગૃપ-21 બેડી જામનગર કેમ્પના પીએસઆઈ મહેશચંદ્ર ભાલારા, ગોંડલ એસઆરપી ગૃપ-8ના બે એએસઆઈ ગોકલ આલ, સુવીરસિંહ ચૌહાણ, આર્મ્ડ હેડકોન્ટેબલ મનુભાઈ ચારણ અને મયપાલસિંહ ઝાલા ઘંટેશ્વર એસઆરપી ગૃપ-13ના આર્મ્ડ કોન્ટેબલની પસંદગી કરવામાં આવી છે.


Spread the love

Related posts

80 કરોડ ગરીબોને આગામી 5 વર્ષ સુધી મફત કરિયાણું:PM મોદીએ છત્તીસગઢમાં કરી જાહેરાત, કહ્યું- EDએ 5 કરોડ પકડ્યા તો CM ગભરાઈ ગયા

Team News Updates

નંદન નીલેકણીએ IIT મુંબઈને 315 કરોડનું દાન આપ્યું:કહ્યું-આ સંસ્થાએ મને ઘણું આપ્યું, દેશમાં કોઈપણ ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ વિદ્યાર્થી તરફથી મળેલું આ સૌથી મોટું દાન

Team News Updates

મતગણતરી પહેલા કેવી રીતે ચેક થાય છે? EVM સાથે છેડછાડ તો નથી થઈ ને…

Team News Updates