મોરબી નગરપાલિકાના કાઉન્સિલર જ્યોત્સનાબેન ભીમાણીની ભાજપમાંથી હકાલપટ્ટી: આકરો નિર્ણય

0
102
  • ધારી અને ગઢડાની બેઠક પરના અપક્ષ ઉમેદવારોને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા


મોરબી ધારી અને ગઢડા આ ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારી કરનાર ત્રણ ભાજપ્ના આગેવાનોની પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ગઈકાલે પાણીચું પકડાવી દીધું છે. સત્તાવાર ઉમેદવારો સામે નારાજગી વ્યક્ત કરી પક્ષમાં બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ત્રણ સભ્યો સામે સસ્પેન્શનને શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.


મોરબી નગરપાલિકાના ભાજપ્ના જ મહિલા કાઉન્સિલર જોસનાબેન ભીમાણીએ બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પાલિકા પ્રમુખ સાથે અન્ય આઠ કાઉન્સિલરોને પણ પોતાની સાથે સામેલ કરવા બદલ ભાજપ્ના થઈ રહેલા કોંગ્રેસી કરણ થી નારાજ જ્યોત્સના બેન અપક્ષ દાવેદારી કરી કરી હતી. ભાજપ્ની જ્યોત્સનાબેન ને મનાવવાના ખૂબ પ્રયાસ ભાજપ દ્વારા થયા હતા આમ છતાં તેમના પ્રયાસો નિષ્ફળ રહેતા આખરે જનતા પાર્ટીમાંથી તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે.


તેવી જ રીતે ધારી વિધાનસભા બેઠકમાં ભાજપ્ના સત્તાવાર ઉમેદવાર સામે બગસરા શહેર ભાજપ પ્રમુખ ભૂપતભાઇ ઉનાવા યે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી. પક્ષના કાર્યકરો જ ઉમેદવારી કરી ને આર જીતના પરિણામમાં બદલાવ આવી શકે છે તેવા સંજોગોમાં ભાજપ અને કોંગ્રેસના આક્રમણ સામે ઘરનો મોરચો સંભાળવો પડશે તે વાત નિશ્ચિત છે આ તમામ બાબતોને લઈને વિધાનસભા પેટાચૂંટણીમાં બળવો કરનાર ત્રણેય ઉમેદવારો સામે આખરી નિર્ણય લેવાયા છે.


ગઢડા ની બેઠક અનામત છે જેમાં અમરેલી જિલ્લા ભા જ પ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શાંતિલાલ રાણાવા એબળવો કરી દાવેદારી ઠોકી છે.
ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરી ને અનુસૂચિત જાતિના મતો પર મોટી અસર પડે એવું ધ્યાનમાં રાખીને પ્રદેશ કક્ષાએથી સતત સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પરંતુ આ પ્રયાસ નિષ્ફળ જતા આ ત્રણેય તારા સામે સસ્પેન્શન જાહેર કરી દેવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here