ઉદ્યોગોના કારણે ગુજરાત સરકાર બની દેવાદાર, રૂા. 48,042 કરોડના બાકી વેરા નથી ચૂકવ્યા

0
99
ઉદ્યોગોના કારણે ગુજરાત સરકાર દેવાદાર બની છે. કેગના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે.
  • ઉદ્યોગોના કારણે ગુજરાત સરકાર બની દેવાદાર
  • કેગના રિપોર્ટમાં સરકારની ઉદ્યોગો પ્રત્યેની નીતિની ટીકા
  • ઉદ્યોગોએ 48,042 કરોડના બાકી વેરા નથી ચૂકવ્યા

ઉદ્યોગોના કારણે ગુજરાત સરકાર  દેવાદાર બની છે. કેગના રિપોર્ટમાં સરકારની ઉદ્યોગો પ્રત્યેની નીતિની ટીકા સામે આવી છે. મોટા ઉદ્યોગો પાસેથી વેરા વસૂલવામાં સરકારની ઢીલી નીતિ સામે આવી છે. ઉદ્યોગોએ 48,042 કરોડના બાકી વેરા ચૂકવ્યા જ નથી. 

મોટા મોટા ઉદ્યોગો પાસેથી વેરા વસૂલવામાં ઠાગાઠૈયા

નાના વેપારીઓ પાસે વેરા વસુલાતમાં કડક કાર્યવાહી કરે છે પણ મોટા મોટા ઉદ્યોગો પાસેથી વેરા વસૂલવામાં ઠાગાઠૈયા સામે આવ્યા છે. મૂલ્યવર્ધિત વેરો, સ્ટેમ્પ ડ્યૂટી, વીજળી વેરાની વસુલાત બાકી છે. 

કયા વેરા કેટલા બાકી

સ્ટેમ્પ ડ્યૂટી-નોંધણી ફીના રૂ.378.48 કરોડ બાકી છે. 5 વર્ષથી તેલ-પ્રાકૃતિક ગેસના 369.28 કરોડ બાકી છે. વીજળીના વેરા-જકાતના 167.14 કરોડમાંથી 132.73 કરોડ બાકી છે. કોર્ટ કેસના કારણે 16814 કરોડના વેરાની ઉઘરાણી બાકી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here