News Updates
GUJARAT

ધાર્મિક દૃષ્ટિએ ડિસેમ્બર મહિનો ખૂબ જ ખાસ:આ મહિનામાં ઉજવાશે ગીતા જયંતિ અને દત્તાત્રેય પૂર્ણિમા જેવા મોટા તહેવારો, જાણો આ તહેવારો પર કયા-કયા શુભ કાર્યો કરવા

Spread the love

2023નો છેલ્લો મહિનો ડિસેમ્બર શરૂ થયો છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી આ મહિનો ખૂબ જ વિશેષ રહેશે. પંચાંગ મુજબ અત્યારે કારતક મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં ગીતા જયંતિ, વિવાહ પંચમી, દત્ત પૂર્ણિમા જેવા મોટા તહેવારો ઉજવવામાં આવશે. જાણો ડિસેમ્બરના કયા તહેવાર પર કરી શકાય છે કયા શુભ કાર્યો…

  • કાલ ભૈરવ અષ્ટમી 5 ડિસેમ્બર, મંગળવારે છે. ભૈરવ એ ભગવાન શિવનું એક સ્વરૂપ છે જે. આ દિવસે ભૈરવ મહારાજને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો. નારિયેળ અર્પણ કરો. અગરબત્તી પ્રગટાવીને આરતી કરો.
  • ડિસેમ્બરની પ્રથમ એકાદશી 8મી ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ છે. શુક્રવાર અને એકાદશીના સંયોગમાં આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ શુક્રની પૂજા કરો. શિવલિંગ પર દૂધ ચઢાવો અને તેમાં કેસર મિક્સ કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો.
  • કારતક માસની અમાવસ્યા 12મી ડિસેમ્બર (મંગળવાર)ના રોજ છે. તમારા પૂર્વજોને ધૂપ ચઢાવો, ભગવાન કૃષ્ણનું ધ્યાન કરો અને પૂજા કરો.
  • સૂર્ય ઉપાસનાનો તહેવાર ધન સંક્રાંતિ 16 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. આ તહેવાર પર સૂર્ય પૂજા ઉપરાંત નદી સ્નાન અને દાન કરવાની પરંપરા છે.
  • ભગવાન હનુમાનના પ્રિય શ્રી રામ અને સીતાના લગ્નની તિથિને પંચમી માનવામાં આવે છે. માગસર માસની સુદ પાંચમને વિવાહ પંચમી પણ કહેવામાં આવે છે. આ તહેવાર 17મી ડિસેમ્બર (રવિવાર)ના રોજ ઉજવવામાં આવશે. જો તમે શ્રી રામની કૃપા મેળવવા માગતા હો તો હનુમાનજીની પૂજા કરો. રામાયણનો પાઠ કરો.
  • મહાભારતના સમયે, જે દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, તે દિવસે માગસર સુદ એકાદશી હતી. આ તારીખને ગીતા જયંતી અને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકમાત્ર પુસ્તક છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. ગીતા જયંતિ પર શ્રી કૃષ્ણની પૂજા કરો. ગીતાના કેટલાક અધ્યાયોનો પાઠ કરો. આ એકાદશી 22 મી ડિસેમ્બરે છે.
  • ભગવાન દત્તાત્રેયનો પ્રાગટ્ય પૂર્ણિમા (મંગળવાર, 26 ડિસેમ્બર) ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે દત્તાત્રેયની સાથે ભગવાન વિષ્ણુ, શિવ અને ચંદ્રની પૂજા કરવી જોઈએ.

Spread the love

Related posts

ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ,  પ્રાંતિજના વૃંદાવન નજીક સાબરકાંઠા

Team News Updates

ગીર સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિર ખાતે ઉત્સાહપૂર્વક થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Team News Updates

દુનિયાના આ 3 લોકો પાસપોર્ટ વગર કોઈપણ દેશમાં જઈ શકે છે! શું તમે જાણો છો કે આ ત્રણ લોકો કોણ છે?

Team News Updates