News Updates
NATIONAL

 3 બાળકો, મૃતકોમાં 5 મહિલાઓ, 23 લોકો ઘાયલ :9નાં મોત ,છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત ;ઊભી રહેલી ટ્રકમાં પીકઅપ વાન ઘુસી જતા કચ્ચરઘાણ

Spread the love

છત્તીસગઢના બેમેતરામાં મોડી રાત્રે એક પીકઅપ વાન ઊભી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જેમાં 2 જોડિયા બહેનો સહિત 5 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. 23થી વધુ લોકો ઘાયલ છે, 4 ઘાયલોને રાયપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે. આ અકસ્માત બેમેત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠિયા ગામમાં થયો હતો. દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સીએમ સાઈએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

મળતી માહિતી મુજબ, સિમગા નજીક તિરૈયા ગામમાં છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે 35થી વધુ લોકો પીકઅપમાં સવાર થઈને ગયા હતા. રાત્રે 2.30 વાગ્યાના સુમારે પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવતા વાહનની લાઇટના કારણે પીકઅપ ચાલક ટ્રકને રોડ પર ઉભેલી જોઈ શક્યો ન હતો અને અકસ્માત સર્જાયો હતો. તમામ પાથરા ગામના રહેવાસી છે.

ઘટનાની માહિતી મળતા જ બેમેતરા કલેક્ટર રણવીર શર્મા, એસપી રામકૃષ્ણ સાહુ અને ધારાસભ્ય દીપેશ સાહુ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘાયલોની સ્થિતિ વિશે પૂછપરછ કરી અને 4 ગંભીર રીતે ઘાયલોને રાયપુર એમ્સમાં મોકલ્યા. જેમાંથી એકની હાલત નાજુક છે. તેને માથામાં ઈજાઓ છે. જ્યારે અન્ય 3ને શરીરના અનેક ભાગોમાં ઈજાઓ થઈ હતી.

પોલીસ પાસેથી મળેલી માહિતીઃ 11 ઘાયલોને બેમેતરા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યારે 8 મૃતકો અને 12 ઘાયલોને સિમગા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર ચાલુ છે.

બેમેતરા કલેક્ટર રણવીર શર્માએ મૃતકોની પુષ્ટિ કરી છે. મૃતકોના પરિવારજનોને મળ્યા અને સાંત્વના પાઠવી. દૈનિક ભાસ્કર સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તેઓ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. સરકારી વહીવટીતંત્ર દ્વારા ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.


Spread the love

Related posts

Maharashtra:કપડાની દુકાનમાં આગ લાગી,એક જ ઘરના સાત લોકો આગમાં ભડથું, મરનારમાં 2 બાળકો પણ સામેલ

Team News Updates

મણિપુરમાં ફરી હિંસા… 4ના મોત, એકનું ગળું કાપી નાંખ્યું:CM બિરેન સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા; કુકી સમુદાય દ્વારા સેનાની સુરક્ષાની માંગ, આજે SCમાં સુનાવણી

Team News Updates

આજથી રાષ્ટ્રપતિ બે દિવસ ગુજરાતની મુલાકાતે:કાલે ઈ-એસેમ્બલીનું ઉદ્ઘાટન અને આયુષ્માન ભવ એપ્લિકેશન લોન્ચ કરશે; વિધાનસભામાં દ્રોપદી મુર્મુનું સંબોધન

Team News Updates