News Updates
GUJARAT

PHOTOSમાં જુઓ ચક્રવાત બિપરજોયનું ખતરનાક સ્વરૂપ:સૌરાષ્ટ્રનાં ગામડાંમાં દરિયાનાં પાણી ઘૂસ્યાં, માછીમારોનાં ગામો ખાલી થઈ ગયાં; 15 જૂને રેડ એલર્ટ

Spread the love

અરબી સમુદ્રમાંથી ઉદભવેલો ચક્રવાત બિપરજોયે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે એ પહેલાં જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. આનાથી લગભગ 100 ટ્રેન પ્રભાવિત થઈ છે. 10 કિમી સુધીના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ પણ ચાલી રહ્યું છે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડો.મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર અને વલસાડમાં પવનની ઝડપ વધી રહી છે. અહીં બુધવાર સુધીમાં પવનની ઝડપ 70થી 75 કિમી સુધી પહોંચી શકે છે.

સોમવારે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 51 તાલુકામાં સાડાત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં સાડાત્રણ ઈંચ, મેંદરામાં અઢી ઈંચ, ઉપલેટા અને જૂનાગઢમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલી અને જામનગરમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે.

સાવચેતીના પગલા રૂપે પશ્ચિમ રેલવેએ 16 જૂન સુધી ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં 67 ટ્રેન રદ કરી છે. સૌરાષ્ટ્રના ઓખા, પોરબંદર અને જામનગરથી દોડતી 25 ટ્રેનને હવે રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદથી દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.


Spread the love

Related posts

ગીર સોમનાથ જિલ્લાની બિપરજોય વાવાઝોડા સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી

Team News Updates

Sabarkantha:ચેકડેમ ઓવરફલો થયા,ઇડર અને વિજયનગરમાં રાત્રે વરસાદ વરસ્યો

Team News Updates

ત્રણ વર્ષમાં 9338 દર્દીઓએ ડાયાલીસીસનો લાભ લીધો પાટણની જનરલ સિવિલ હોસ્પિટલમાં

Team News Updates