મોડર્નાના વૈજ્ઞાનિકોએ એવું કેમ કહ્યું કે 94 ટકા રસી સફળ પરંતુ ફેલાવાથી રોકી ન પણ શકે

0
95

અમેરિકાની કંપની મોડર્નાએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તેમની કોરોના વેક્સીન 94.5 ટકા પ્રભાવશાળી જોવા મળી છે. પરંતુ હવે મોર્ડનાના પ્રમુખ વૈજ્ઞાનિકે કહ્યું છે કે વેક્સીન લોકોને બિમાર થવાથી તો બચાવી શકે છે, પરંતુ તે વાયરસને ફેલાવાથી રોકી ના શકે.

મોડર્નાના ચીફ વૈજ્ઞાનિક તલ જક્સે કહ્યું કે જો કોઇ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઇ જાય છે તો વેક્સીન કદાચ વાયરસને અન્ય લોકોમાં ફેલાવાથી રોકી ના શકે. પરંતુ જક્સે કહ્યું કે ટ્રાયલ દરમિયાન આ વસ્તુ અંગે કોઇ તપાસ કરવામાં આવી નથી. 

ડેલી મેઇલમાં છપાયેલ રિપોર્ટ મુજબ મોડર્નાના ચીફ વૈજ્ઞાનિકે કહ્યું કે લોકો વેક્સીનના પ્રભાવી પરિણામને વધારાના પ્રમાણમાં ન જોવો. ન તો મોર્ડના કે પછી ના તો ફાઇઝરની કોરોના વેક્સીનના ટ્રાયલ દરમિયાન આ વાત અંગેની તપાસ કરવામાં આવી છે કે વેક્સીન સંક્રમણ રોકવા માટે કારગર થશે?

જ્યારે એસ્ટ્રાજેનકા અને ઓક્સફોર્ડની કોરોના વેક્સીનનું ટ્રાયલ પ્રારંભિક ડેટા મુજબ, આ વેક્સીન સંભવતઃ વાયરસના પ્રસારને રોકી શકે છે. જો કે હાલમાં ટ્રાયલ પુરી થયું નથી અને પ્રારંભિક ડેટા જ જાહેર કરાયાં છે. 

મોડર્નાના ચીફ વૈજ્ઞાનિક તલ જક્સે કહ્યું કે અમારા ટ્રાયલ ડેટાથી ખબર પડે છે કે વેક્સીન તમને બિમાર થવાથી બચાવી શકે છે, પરંતુ ટ્રાયલના ડેટાથી એ ખબર નથી પડી રહી કે કોઇપણ વ્યક્તિને સંક્રમિત થયા બાદ વેક્સીન વાયરસના પ્રસારને રોકી શકશે. 
 

બીજી વેક્સીન પ્રમાણ મોડર્નાની વેક્સીન પણ આ પ્રકારની ડિઝાઇન કરવામાં આવી છે. આ વ્યક્તિના શરીરમાં રહેલા હાજર વાયરસને ખતમ નથી કરતી પરંતુ વાયરસને શરીરના રિસેપ્ટરથી જોડવા ને રોકે છે. જેના કારણે લોકો બિમાર પડતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here