News Updates
GUJARAT

વલસાડ : પારનેરા ગામે 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

Spread the love

વલસાડના પારનેરામાં 3 દિવસથી બીમાર કિશોરનું સોમવારે વહેલી સવારે હાર્ટ એટેક આવતાં મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 10માં ભણતા કિશોરનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બે દિવસ અગાઉ પણ વલસાડમાં 2 લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા.

વલસાડના પારનેરા ગામે 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. કિશોર 3 દિવસથી બીમાર હોવાની માહિતી સામે આવી છે. ત્યારે સોમવારે વહેલી સવારે હાર્ટ એટેક આવતાં વિધાર્થીએ દમ તોડ્યો હતો. ધોરણ 10માં ભણતા કિશોરનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

બે દિવસ અગાઉ પણ વલસાડમાં 2 લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા. 51 વર્ષીય રાજેશ સિંધેને રસ્તા પર ચાલતા સમયે હાર્ટએટેક આવ્યો હતો. તો 30 વર્ષીય જીમિત રાવલ ફોન પર વાત કરતા અચાનક ઢળી પડ્યો હતો. બંને યુવકોને સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કર્યા હતા.


Spread the love

Related posts

શરીરમાં એનર્જી વધારવા માટે કારગર છે સીતાફળ, જાણો અદભૂત ફાયદાઓ

Team News Updates

Weather:અતિભારે વરસાદની આગાહી ગુજરાતના અનેક વિસ્તારોમાં 

Team News Updates

G20-ONE EARTH,ONE HEALTH’‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’

Team News Updates